કદર ક્યાં થાય છે
કદર ક્યાં થાય છે
નિ:સ્વાર્થ કરેલા કર્મોની કદર ક્યાં થાય છે,
ધારેલા વખાણ ક્યાં થાય છે,
ઘસાઈ ગઈ ઘર માટે છતાં કદર ક્યાં થાય છે,
તૂટી ગઈ કોઈનાં સુખ માટે પણ કોઈને કદર ક્યાં થાય છે,
પરણીને આવી ત્યારથી ઉપાડી લીધા ઘરનાં કામ પણ કદર ક્યાં થાય છે,
સાસુની કરી સેવા સંસારમાં પણ તેને કદર ક્યાં થાય છે,
પેટે પાટા બાંધી પેટ ભરાવ્યા છે પુત્રોને પણ તેને કદર ક્યાં થાય છે,
ફાટેલી સાડી પહેરી શણગાર્યા સંતાનોને પણ તેને કદર ક્યાં થાય છે,
કદરદાનોનો દુષ્કાળ પડ્યો લાગે છે સમાજમાં,
સમાજ માટે કર્યા ઘણા સારા કામ પણ તેને કદર ક્યાં થાય છે,
સાથે હોઈએ ત્યારે ક્યાં સદગુણો આપણાં સમજાય છે,
વિખૂટાં પડ્યાં પછી જ વખાણ થાય છે,
કદર તો થાય છે પણ સમયે ક્યાં થાય છે,
મર્યા પછી મહાન માણસોનાં પૂતળા થાય છે,
લખું છું લાગણીથી પણ નાસમજને લાગણીની કદર ક્યાં થાય છે,
મળી જાય જો સમજદાર સાહિત્યપ્રેમી તો મારી કલમની કદર થાય છે,
કદર કદર કહીને કાળજું કેમ કંપાવે છો તું "દીપ",
સ્વાર્થ વિના સારા કામ કરે જા ઈશ્વર પાસે તો કદર થાય છે.
