માંગુ હું લાગણી
માંગુ હું લાગણી
ન ધન માંગુ ન દોલત માંગુ, માંગુ હું લાગણી,
ભૂખ્યો છું ભવોભવનો આપ મને લાગણી.
તું વેપારી લાગે છો મુજને,
આમ ગણીગણીને ન આપ મને લાગણી.
નફા નુકસાનનો વિચાર ન કર તું,
લાગણી વરસાવી લણી લેજે તું લાગણી.
ઉધાર ક્યાં માંગુ હું લાગણી,
આપી દે લાગણી અને બદલામાં લઈ લેજે તું લાગણી.
ખિસ્સુ ખાલી છે ખમીસનું ભલે મારૂ,
પણ છલોછલ ભરી છે "દીપ"નાં દિલના લાગણી.