STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Classics

4  

Chaitanya Joshi

Inspirational Classics

જિંદગી

જિંદગી

1 min
26.5K


કેટકેટલાં વરસો ગયાં જિંદગી તને સમજવામાં. 

કેટલાં હવે વર્ષો રહ્યાં જિંદગી તને સમજવામાં. 

ક્યાંક શ્વેતશ્યામ તો ક્યાંક સપ્તરંગી સજાવટ, 

કેટકેટલાં વરસો સહ્યાં જિંદગી તને સમજવામાં. 

કદીક આપે પુષ્પપથારી તો કદી કંટક રાહ તું! 

વરસોનાં વ્હાણાં વહ્યાં જિંદગી તને સમજવામાં. 

ક્વચિત્ ભાસતી નાની શી તો કદી ના ખૂટે એવી!

કર્મનાં શસ્ત્રોને ગ્રહ્યાં જિંદગી તને સમજવામાં. 

ક્યારેક ગમતી તો ક્યારેક ખામોશ ગુજરતી તું! 

સુંવાળપે વર્ષો ચહ્યાં જિંદગી તને સમજવામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational