STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રણયની તાન

પ્રણયની તાન

1 min
210

ઝરમર વરસાદ વરસી રહ્યો છે,

હું તેમાં હજુ પણ ભીંજાયો નથી,

હું તો સાવ કોરો જ છું વાલમ,

તારા પ્રેમનો મલ્હાર વરસ્યો નથી..


શીતળ સમીર લહેરાઈ રહ્યો છે,

મારા પ્રેમની આગ બૂઝાતી નથી,

દિલ મારૂં તુજને ઝંખે છે વાલમ,

મારા મનનો મયૂર ટહૂંકતો નથી..


વાદળો નભમાં ગરજી રહ્યાં છે,

તારા પ્રેમની ગર્જના સંભળાતી નથી,

દામિની નભમાં ચમકી રહી છે વાલમ,

તારી સૂરત મુજને નજર આવતી નથી..


પપીહાં-કોયલ મધુર બોલી રહ્યાં છે,

તારો સૂરીલો સાદ સંભળાતો નથી,

તારૂં રટણ મારી જીભ પર છે વાલમ,

તું મારી લાગણીને ગણકારતી નથી..


મિલન માટે હું ખૂબ તડપી રહ્યો છું,

મિલન તારૂં મુજને કદી થતું નથી,

રાત-દિન તારી વાટ જોઉં છું વાલમ,

મારા દિલમાં તું કેમ સમાતી નથી ?


વરસાદ વિરામ બાદ સંધ્યા ખીલી છે,

જીવન સંધ્યા હજુ મારી ખીલી નથી,

તારા વિરહમાં ડૂબી રહ્યો છે "મુરલી",

પ્રણયની તાન હું છેડી શકતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance