ક્યારે પરત આવીશ
ક્યારે પરત આવીશ
મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યો છું,
તારા જ વિચારોમાં ડૂબી રહ્યો છું,
સતાવે છે મુજને હરપળ યાદ તારી,
ક્યારે પરત આવીશ ઓ પ્રિયતમા વ્હાલી,
પ્રેમના વરસાદથી ભીંજવી હતી મેં
દિલથી લાગણીમાં તરબોળ કરી હતી મેં,
ઈચ્છાઓ બધી મેં પૂરી કરી હતી તારી,
ક્યારે પરત આવીશ ઓ પ્રિયતમા વ્હાલી,
પ્રેમની સરિતા વહાવી હતી મેં,
દિલમાં મારા વસાવી હતી મેં,
પ્રેમની શરણાઈ વગાડી હતી તારી,
ક્યારે પરત આવીશ ઓ પ્રિયતમા વ્હાલી,
રાત દિન વિરહમાં વીતાવી રહ્યો છું,
નયનોથી અશ્રુ વહાવી રહ્યો છું,
દિલમાં વ્યાપી ગઈ છે કરૂણા તારી,
ક્યારે પરત આવીશ ઓ પ્રિયતમા વ્હાલી,
એકલો છોડી તું ચાલી ગઈ છો મુજને,
સૂમસાન જીવનમાં ધકેલ્યો છે મુજને,
વાટ જોઈ રહ્યો છું હું "મુરલી" તારી,
ક્યારે પરત આવીશ ઓ પ્રિયતમા વ્હાલી.

