STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

નિયતિ આ તારા કેવા ખેલ છે

નિયતિ આ તારા કેવા ખેલ છે

1 min
239

નિયતિ તારા આ કેવા ખેલ છે !

કોઈની પાસે રહેવા ઘર નથી,

તો કોઈની પાસે મોંઘા મહેલ છે,


કોઈની પાસે ગુજારો કરવા એક પૈસો નથી,

તો કોઈની પાસે વાપરી ના શકે એટલા પૈસાની રેલમછેલ છે,


ગુનેહગાર કરે મજાની મોજમજા,

નિર્દોષને પડતી અહીં જેલ છે,


મહેનત કરનાર ને કશું મળતું નથી ને,

આ ચોરોને લીલાલહેર છે,

નિયતિ તારા આ કેવા ખેલ છે !


આપજે મહેનત કરનારને એના હક્કનું,

એને ક્યાં તારી પાસે મહેલો માંગેલ છે !


કરે તો શું બિચારો માનવી ?

તું આપ એ સ્વીકાર્યા સિવાય બીજો ક્યાં કોઈ ઉકેલ છે !


બે ટંકનો રોટલો રળવા એ મેલા કરે હાથ છે,

તોય પ્રયાસો થાય એના બધા ફેલ છે,

નિયતિ આ બધા કેવા તારા ખેલ છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy