STORYMIRROR

shital Pachchigar

Tragedy Inspirational

3  

shital Pachchigar

Tragedy Inspirational

એ પરીક્ષા

એ પરીક્ષા

1 min
200

સઘળે ચિંતાઓ ઉપજાવે એ પરીક્ષા;

જિંદગીના જંજાળ એડરાવે એ પરીક્ષા,


તકરાર ઘરમાં ઉપજાવે એ પરીક્ષા,

ચિંતાગ્રસ્ત કરે કેવું ? વિચારી એ પરીક્ષા,

રાજા એ મુંજાઈ, આવે યુધ્ધ તણી પરીક્ષા,

વિગ્રસ્ત બને દરબાર, ફસાઈ એ જો આપે પરીક્ષા,


આભે ઉડાવી પાડતી, એ પરીક્ષા,

પછી પરિણામથી પાંખોએ કાંપે એ પરીક્ષા,

લાવે મુસીબતો અનેક એ પરીક્ષા,

છીનવી પણ શ્વાસ ને અથડાવે પરીક્ષા,


આપે એ માત્ર તાણ એ પરીક્ષા,

બળ, બુદ્ધિ, વિદ્યા સમયે હણે એ પરીક્ષા,

સૌને આપી મૂંઝવણો, ફસાવે એ પરીક્ષા,

દુઃખી થાય જયારે પરિણામ ન આવે એ પરીક્ષા,


કર્મ સારાં હોય તો પાસ થવાય એ પરીક્ષા,

છેતરીને પકડાઈ તો ફસાવે એ પરીક્ષા.

શોખ અને લોભમાં ફસાવે એ પરીક્ષા,

બાળકને અધર્મના માર્ગે દોરવા પ્રયત્ન કરતી એ પરીક્ષા,


પણ માનવધર્મ જીતતા શીખવે એ પરીક્ષા,

ઊંચાઈના સબક શીખવાડે એ પરીક્ષા,

જગમાં જીતવાનો અનુભવ કરાવે એ પરીક્ષા,

પરિણામ પછી સાંત્વન દેતી એ પરીક્ષા,

તેથી જીવનમાં જરૂરી છે એ પરીક્ષા....

જીવનમાં જરૂરી છે એ પરીક્ષા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy