રાખડીની લાજ
રાખડીની લાજ
રક્ષણના ભારથી છૂટવા ના દઉં તને,
તારી જ બહેન બની જીવવું છે મારે,
મારી લાગણીઓના નગરમાં તું વસે,
નાનો છે તું પણ દીકરીની જેમ રાખે,
મારી જિદને તું ફરજ સમજી પૂરી કરે,
આશા અપેક્ષાના ત્રાજવે તું ખરો જ ઉતરે,
વહેણ પાણીનું જો મારી તરફ ફરે,
ઝરણું થઈ ફૂટી એને તું જ ફંટાવે,
જિંદગી મારી જ્યારે ઘા પર ઘા મારે,
સહભાગી ત્યારે દર્દનો તું જ થઈ મળે,
હંમેશા વિચારોથી દુભાતા મારા મનને,
શબ્દોની વાચા તારા થકી જ મળે,
મારા મનની મૂંઝવણ આંખોથી સમજે,
ત્યારે પિતાની છબી મને તારામાં જ જડે,
ભાઈ તું મારો, ઘણો અમૂલ્ય છે,
તારી સામે તો જગ પણ તુચ્છ છે,
રાખે જે કહ્યા વગર રાખડીની લાજ
'શીલ'નો માડીજાયો દુનિયામાં અતુલ્ય છે.
