તમે આજ આવી ગયા
તમે આજ આવી ગયા
સૂના પડેલા મારા જીવનમાં,
તમે આજ આવી ગયા.
પથ્થર જેવા દિલમાં વસીને,
પ્રેમ જ્યોત પ્રગટાવી ગયા,
વિરહના આંસુ વહાવતો હતો હું,
જીવનમાં કોઈ ન હતું મારૂં,
કોમળતાથી વહેતા આંસુઓને,
પ્રેમથી લૂછી ગયા.
સૂના પડેલા આ મારા જીવનમાં,
તમે આજ આવી ગયા,
અરમાનો મારા પૂરા કરવા માટે હું,
જીવન વીતાવતા હતો મારૂં,
અંધકાર ભરેલા મારા જીવનમાં,
અજવાળું ફેલાવી ગયા,
સૂના પડેલા આ મારા જીવનમાં,
તમે આજ આવી ગયા,
પ્રેમ મેળવવા માટે તડપતો હતો હું,
મન વ્યથિત થયું હતું મારૂં,
"મુરલી"ની પાનખર દૂર કરીને,
વસંત મહેકાવી ગયા,
સૂના પડેલા મારા જીવનમાં,
તમે આજ આવી ગયા.

