STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

રે પરદેશી

રે પરદેશી

1 min
211

રે પરદેશી, સૂણ કહે પંખીના માળા

દે સંદેશા, કેવા આ જીવનના સરવાળા,


ભલે મળ્યું ગગન તને મોટું, ગઈ માળાની હૂંફ વછૂટી,

સ્વપ્ન સજાવવા પરદેશે હાલ્યો, મમતાની વર્ષા ગઈ જ વસૂકી,


ઘૂમે મન મારું ચગડોળે

 દેખી પંખીના માળા,

કેવા આ જીવનના સરવાળા,


રોશની સાહેબી સુખ સુંવાળી

હેત પછેડી ના અંતરે મેં ભાળી,

એ માટીની મ્હેંક જ જુદી, 

પ્રીતની એની રીત જ જુદી

યાદ કરું ખાલીપો પરદેશે ડુંગર માળા,

ઘૂમે મન મારું ચગડોળે, કેવા આ જીવનના સરવાળા,


છે યાદ છાપરે હૂપાહૂપ કરતાં બંદર ટોળાં

વ્યથા, મૂંઝારો ઓગાળું સાત સમંદર ભેળાં

નથી નથી ભૂલ્યો મા રોટલા હાથના તારા

યંત્રોના ઘૂઘવાટમાં ભૂલ્યો ખુદ નીજ તારા … રે કેવા આ જીવનના સરવાળા,


સંગેમરમરમાં સંવેદના ફંફોળી શોધું, 

પણ, વતન આગળ દીઠું બધું ઝાંખું

મન મારું મમતાને તરસે

નયનો શ્રાવણ થઈને વરસે

ભાળું સાચા સંદેશાઓ પંખીના માળા તારા …રે કેવા આ જીવન સરવાળા,


શોધું લીમડે વાયરે ઝૂલતા માળા… 

ઘૂમે મન મારું ચગડોળે, દેખી પંખીના માળા,

કેવા આ જીવનના સરવાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy