તૂટી જાય છે
તૂટી જાય છે
ઘણું બધું કરવા છતાંય કંઈક ખૂટી જાય છે,
એનો હાથ મારા હાથમાંથી છૂટી જાય છે,
મેં પ્રેમ ભરપૂર આપ્યો છે અને આપું જ છું,
તો પણ કેમ અચાનક પ્રેમની દોર તૂટી જાય છે !
સંબંધ સારા રાખવા તો રોજ થીગડાં મારું છું,
છતાંય પ્રેમની ચાદર કોઈ આવી લૂંટી જાય છે,
હૈયે દર્દ અને મુખ પર ખોટું હાસ્ય રાખી ફરું છું,
પણ કયારે આંસુઓનો ફુગ્ગો ફૂટી જાય છે,
"સરવાણી" કામ પૂરું થતા લોકો મુખ ફેરવી જાય છે,
એટલે જ તો સંબંધોની માળા તૂટી જાય છે.

