બે પળો
બે પળો
દરિયાની એ લહેરો વચ્ચે શું થઈ ગયું ?
જાણે કે મોતી જેવું સપનું મોજાંમાં તણાઈ ગયું !
ભેખડોની હારમાળા વચ્ચે શું થઈ ગયું ?
જાણે કે એ બાળકરૂપી મન ગબડાઈ ગયું !
બે પળોની વચ્ચે શું થઈ ગયું ?
જાણે કે કુમળું ફૂલ ચૂંથાઈ ગયું !
સર્જનહારના એ કુમળા સ્મિત વચ્ચે શું થઈ ગયું ?
જાણે કે ભીની ક્ષણોમાં રૂદન છલકાઈ ગયું !
લહેરાતી આ ડાળીઓની વચ્ચે શું થઈ ગયું ?
જાણે કે એ કુમળું ફૂલ કરમાઈ ગયું !
બે પળોની વચ્ચે શું શું થઈ ગયું ?
જાણે કે રાતોની એવી એક રાતમાં પ્રેમનું વિરુદ્ધ નામ નફરત મળી ગયું !
