અવસર
અવસર
દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
જૂની નફરતો ઘર બહાર ફેંકીને પ્રેમનાં બીજ રોપી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
ગત વર્ષોની ગાંઠ છોડીને એકબીજાનાં મન મેળવી લઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
મૌનનાં તોરણ છોડીને દરેક બારણે હાસ્યનાં તોરણ બાંધી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
મળી એક-બીજાને હૃદયથી હૃદય પરોવી લઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
બીજા સ
ાથે બીજો નહીં પણ દૈવી ભાઈનો નાતો જોડી લઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
સજાવી રુદિયાને તેમાં વસેલા ઈશ્વરનું મંદિર બનાવી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
ભૂલી ભેદભાવ, પારકાને આપી આશરો ઘરને સ્વર્ગ બનાવી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
મેલા મનને દુર્ગુણોથી કરી સાફ સદગુણોથી સજાવી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ,
ભૂલેલા સબંધોને કરી યાદ ફરી હૃદયમાં સ્થાન આપી દઈએ,
ચાલને આ વર્ષે કંઈક અલગ સજાવટ કરી દઈએ.