એક સંબંધ દોસ્તી નાં નામે
એક સંબંધ દોસ્તી નાં નામે
હદય પર કોતરી લઉં દોસ્ત, તારૂં નામ,
એ નામની પ્રેમભરી લાગણી મોકલું છું તારા સરનામાં પર.
નાની અમથી વાતે લીધેલા અબોલા પર,
તારા સપનાનાં ઝણકારનો મીઠોં અવાજ મોકલું છું તારા સરનામાં પર.
લાગણીની કુંપળ ફુટી અને દોસ્તીથી વટવૃક્ષ બનેલી,
વસંતને મોકલું છું તારા સરનામાં પર.
લાગણીશીલ તો લાખો મળે પણ તું તો હજારોમાં એક છે દોસ્ત,
તો વહાલની એક ચિઠ્ઠી મોકલું છું તારા સરનામાં પર.
સંબંધોમાં પણ એક સંબંધ દોસ્તીના નામે કર્યો
એટલે જ મોહેલા આ ચિત્તને મોકલું છું તારા સરનામાં પર.
