હું એક સ્ત્રી છું
હું એક સ્ત્રી છું
પહાડ તો નથી, છતાં અડગ ઊભી છું,
કારણ કે, હું એક સ્ત્રી છું,
પથ્થર તો નથી, છતાં કઠણ વ્યક્તિત્વ મારું છે,
કારણ કે, હું એક સ્ત્રી છું.
માખણ તો નથી, છતાં સમાજ માટે પીગળી જાઉં છું,
કારણ કે, હું એક સ્ત્રી છું.
હું કોઈ ફુલ તો નથી, છતાં સુવાસ પાથરું છું,
કારણ કે, હું એક સ્ત્રી છું
નદી તો નથી, છતાં સમાજ માટે વહી બતાવું છું,
કારણ કે, હું એક સ્ત્રી છું.
સમાજ તો નથી હું, પણ તેનું સર્જનહાર તો હું જ છું,
કારણ કે, હું એક સ્ત્રી છું.
વ્યક્તિત્વ મારું વિકરાળ તો નથી, છતાં'કાળકાઈ' થઈ શકું છું
,
કારણ કે, હું એક સ્ત્રી છું.
ચોમાસાની વાદળી તો નથી, છતાં સમાજને ભીનાશ આપું છું,
કારણ કે, હું એક સ્ત્રી છું.
કુમળી કળીની જેમ સમાજ ક્યાં કાંઈ તોડવામાં રાખે છે બાકી,
છતાં ક્યાં કરમાવ છું, કારણ કે, હું એક સ્ત્રી છું.
માટે જ કહું છું, હું ઇશ્વરનું બેસ્ટ સર્જન છું,
કારણ કે, હું એક સ્ત્રી છું.
એટલે અંતમાં કહેવાનું મન થાય સાહેબ,
જનની જણ તો ભક્ત, સૂર કાં દાતાર,
નહિતર રેજે વાંઝણી, મત રે ગુમાવીશ તારુ નુર.