Dear જિંદગી...
Dear જિંદગી...
હું તને બહું પ્રેમ કરું છું,
વ્યક્તિગત વ્હાલ કરું છું...
તારી સમસ્યાઓનો સામનો કરું છું,
પડકારોને પાર પાડું છું...
તારા વિઘ્નો ને વાગોળું છું,
આપતી ને અવસર બનાવું છું...
તારી તકલીફો ની હું ત્રાસી છું,
એની મજા લેવામાં જ હું રાજી છું...
તારી એકલતાની હું આનંદી છું,
માટે જ જિંદગી જીવવામાં હું વ્યસ્ત છું...
તારી નિરાશા ની તો હું વ્યસની છું,
છતાં અશાઓથી હું અમર છું...
તારી સફળતા અતી સ્વાદિષ્ટ છે,
નિષ્ફળતા જ્ઞાન નો પ્રસાદ છે...
તારી વાસ્તવિકતાથી સજાગ છું,
માટે જ તને જીવવાનાં પ્રયત્નો મારા અથાગ છે...

