લાગે છે સવાર થાય છે
લાગે છે સવાર થાય છે
1 min
166
વ્યાકુળ જીવ વિંટળાવવા લાગ્યો છે,
લાગે છે, સવાર થાય છે,
પંખીઓનો કલરવ સંભળાય છે,
લાગે છે, સવાર થાય છે,
મંદિરની ઝાલરનો ઝણઝણાટ સંભળાય છે,
લાગે છે, સવાર થાય છે,
વલોણાનો નાદ કાને સંભળાય છે,
લાગે છે, સવાર થાય છે,
વડીલો પણ ખોંખારા ખાય છે,
લાગે છે, સવાર થાય છે,
પૂર્વમાં પથરાવા લાગ્યો છે પ્રકાશ,
લાગે છે, સવાર થાય છે.
