મન થાય છે
મન થાય છે
હસી લેવાનું મન થાય છે,
રડી લેવાનું મન થાય છે,
બસ જીંદગી આમ જ જીવી લેવાનું મન થાય છે.
કોઈ એવી ક્ષણો ભૂલી જવાનું મન થાય છે,
કોઈ એવી ક્ષણોમાં રહી જવાનું મન થાય છે,
બસ જીંદગી આમ જ જીવી લેવાનું મન થાય છે.
ક્યારેક ભાણ સાથે ઉગવાનું મન થાય છે,
ક્યારેક સમુંદરની બાથમાં ભાણ સાથે ડૂબવાનું મન થાય છે,
બસ જીંદગી આમ જ જીવી લેવાનું મન થાય છે.
ફરી બાળક બની ફુલની જેમ ખીલવાનું મન થાય છે,
સૌ કોઈને મીઠું સ્મિત આપી ને ઝીલવાનું મન થાય છે,
બસ જીંદગી આમ જ જીવી લેવાનું મન થાય છે.