ઝરમર ઝરમર વરસે...
ઝરમર ઝરમર વરસે...
ચાતક બાળની તરસ છીપાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
ફૂલડાં કેરી સુવાસ મઘ મઘ મલકાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
ઝરણાં સંગે નદીઓ દરિયામાં ડોકાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
કાળાડિબાંગ આભમાં વાદલડીનું રૂદન છલકાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
સોળ વરસનાં દીવા એકમેક રંગાય જાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
આંખ, કાન ને પાંપણમાં પણ ચોમાસું બેસી જાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ,
'ચિત્ત' જલધિ માટે ઝંખે ને તું ટીપાંમાં મોહી જાય જો,
ઝરમર ઝરમર વરસે મેઘ.
