તને કેમ કહું ?
તને કેમ કહું ?
થઈ ગયો બહુ મશહૂર, પણ મારું જ કોઈ મને નૈ ઓળખતું,
તને કેમ કહું ?
ગર્વ કમાયાનો પણ સાચી દોલત ઘર ગુમાવી, ના સમજ્યો !
તને કેમ કહું ?
સોનાના પલંગ પર ઉંઘ ના આવી, બાંકડે મીઠી નિંદર માણી,
તને કેમ કહું ?
પ્યાલો પ્રણયનો ઓષ્ટ સુધી પહોંચે એ પહેલાં ઢોળાઈ ગયો,
તને કેમ કહું ?
પાકું મારું ઘર કેમ એનાં જતાં જ બરફની જેમ પીગળી ગયું,
તને કેમ કહું ?
