પડ્યું હતું
પડ્યું હતું
કેટલાય વર્ષોથી ચોપડીમાં પડ્યું હતું,
કેટલીયે વેદના દબાવીને પડ્યું હતું,
એને પણ મનની વ્યથા વ્યક્ત કરવું છે
એને પણ કોઈ, કોઈક વાર અડ્યું હતું,
આવ્યું હતું કોઈકના સુંદર જીવનમાં,
પણ એને જીવનમાં ગ્રહણ નડ્યું હતું,
એની સાથે રહીને એ બન્યું હતું દીવાનું
મીઠા ઠપકાઓથી કોઈ એને વઢયું હતું,
આટલી બધી વેદનાઓ વચ્ચે પણ "વૈશું"
વિચારોના વમળોએ પણ એકલું ચડ્યું હતું.
