ઓનલાઇન પ્રેમ
ઓનલાઇન પ્રેમ
હસીને કોઈ રડાવી ગયું,
ધમકી આપી ડરાવી ગયું,
ભીતરને હચમચાવી ગયું,
લાલચ આપી લલચાવી ગયું,
અરમાન મારા સળગાવી ગયું,
પ્રેમના નામે ભરમાવી ગયું,
હૈયું મારું કરમાવી ગયું,
પ્રેમના નામે ભોળવી ગયું,
હૈયે લૂંટ ચલાવી ગયું,
પ્રેમના નામે ફસાવી ગયું,
દિલ મારું જલાવી ગયું,
જીવન મારું દોઝખ બનાવી ગયું,
દોસ્ત બની ફોસલાવી ગયું.
