જુદાં થયાં
જુદાં થયાં
ફોન અલગ થતાં, ઘરનાં અલગ થયાં છે,
આધુનિક બનવામાં, પોતાનાંથી દૂર થયાં છે,
લેન્ડલાઇનના જમાનામાં, ઘર ભરેલ લાગતું,
ઘરે જ હોવાં છતાં, ઘર સાવ ખાલી થયાં છે,
સાંજે બેસી દાદા પાસે, વાતો જુની સાંભળતાં,
હવે સમય નથી મળતાં, એમ જ વ્યસ્ત થયાં છે,
એકમેકના સાથથી જિંદગી જીવી જતાં લોકો,
સાથે હોવા છતાં, હવે વહેવાર બંધ થયાં છે,
ભાયુ નોખાં, ને મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય,
કાર્તિક હવે બધાં પરિવાર પણ નાના થયાં છે.
