STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

પટલાઈ

પટલાઈ

1 min
375

આખો દિવસ પટલાઈ કૂટયા કરે છે,

ચંચૂપાત થકી કરે ખેલ આગનો છે,


પટલાઈ કરીને બધે વટ પાડવા છે,

સંબંધ તો જાણે સાપ સીડી રમત છે,


આનંદનો પ્રસંગ હોય પણ પટલાઈ,

અજંપો વધારી પરેશાન સૌને કરો છે,


ભાવના ખાલી પુસ્તકોમાં જ રહી છે,

આવાં પટલાઈ પ્રમુખ બની બેઠેલા છે,


ભય હવે એક નિખાલસ સંબંધ નથી,

ભય મને ભરોસાપાત્ર કોઈ રહ્યું ક્યાં છે,


કોઈપણ પ્રકારે અમુક લોકો ધાર્યું કરે છે

પટલાઈ કૂટી કાગનો વાઘ બનાવી દે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy