STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

3  

'Sagar' Ramolia

Tragedy

કોરોનાનું ગીત

કોરોનાનું ગીત

1 min
285

કોઈ કે’જો કોરોનાને જૈ,

અમને રંઝાડે નૈ.

 

બાળકો ને વૃદ્ઘને ખૂબ નડે,

એ વળગે નકટો થૈ થૈ થૈ,

કે’જો કોરોનાને...

 

ધાતુ ઉપર પણ હુમલો કરે,

તેથી લોકો તેને અડતા ડરે,

એને જાવાનું થાકયા સૌ કૈ કૈ કૈ,

કે’જો કોરોનાને...

 

રાક્ષસ જેવો ફાંકડો ફરે,

બેદરકારી હોય ત્યાં પ્રવેશ કરે,

એને કાઢોને લાકડીઓ લૈ લૈ લૈ,

કે’જો કોરોનાને...

 

દુનિયા આખીમાં એનો કેર વર્તે,

ઘેરો ઘાલ્યો છે દુનિયા ફરતે,

એને કાઢોને જાકારો દૈ દૈ દૈ,

કે’જો કોરોનાને...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy