STORYMIRROR

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

મળતું નથી

મળતું નથી

1 min
410

ટોળામાં હું ભળતી નથી,

કારણ કે, એમાં હું ખુદને મળતી નથી,


ને જીવી લઉં છું વિચારોમાં ક્યારેક..

કારણ કે, સપનાઓમાં મને હું જડતી નથી,


ને ગઝલ લખું કે કવિતા લખું !

અભિમાન હું કરતી નથી,

કારણ,એમાં હું મારા વિશે કઈ પણ લખતી નથી,


ને હકીકત જુવો આ દુનિયાની...

માણસ જન્મે એ પછી વર્ષોના વર્ષો

વીતી જાય છે, છત્તા કોઈ ગણતું નથી,

ને મર્યા પછી દિવસ, મહિના અને વર્ષો ગણે છે,

છત્તા કોઈ મળતું નથી,


ને કેેમ કરી કરું ભરોસો આ દુનિયા પર

હવે માણસને માણસાઈ સાથેે બહુ બનતું નથી,

ને કેેમ કરી જીવવું હવે આ જીવનને,

અહીં શ્વાસથી વધારે કઈ મળતું નથી.!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy