વેદના વિનાની રાત મળી
વેદના વિનાની રાત મળી
આજે વેદના વગર આંખો રળી,
જાણે વાયરા વિનાની સાંજ ઢળી,
એકાંત હતું જ્યાં, ત્યાં હું પણ મૌન સાથે ભળી,
ને આજે ભરીમહેેફિલ હોવા છતાં
હું સાવ એકલી પળી,
સૂકા ઝરણાંની જેમ આંખો કોરીને કોરી રહી,
ને અંતરના આભે જાણે ભરઉનાળે માવઠ વળી,
ને સવારી હતી મારે સવારની !
ત્યાં રાત પણ મને ગોઝારી મળી,
દીપ ધરું હું જોવા ચાંદ
ત્યાં પૂનમ પણ અંધારી મળી !
