મારા અંતર ની ઓળખ
મારા અંતર ની ઓળખ
મારા અંતરની ઓળખ મારી માત રે,
એની તોલે ના આવે કોઇની જાત રે.
અમર ને અનોખી એની ભાત છે,
ને અમી ભરેલી એની આંખ રે.
મારા સુુુખે સુુુખી એની છાંય રે,
માંરા દુઃખેે દુઃખી એની કાય રે.
મારા અંતરની ઓળખ,,.
શક્તિ કહું કે ભક્તિ દેેવોની દાાતાર એ.
કાળનો એ કાળ જાણે કોઇ મહાકાળ રે,
ના બોલું હું કોઇ બોલ તોયે ભણે મનનો ભાર રે.
બાળી પોતાની જાત ને છલકાવે એનો પ્યાર રેે,
મારા અંતર ની ઓળખ મારી માત રે,
એની તોલે ના આવે કોઇની જાત રે.
