તસ્વીરખાનું
તસ્વીરખાનું
1 min
774
આજે 'ઘર' મારુ મને 'તસ્વીરખાનું' લાગે છે,
ઘર સૂના નેે ભીંતો ભરાવદાર લાગે છે,
'મરણ કહો કે,પરણ' બન્ને પ્રસંગ સમાન લાગે છે,
ને હોય મુુુખે હરખ છત્તા હૈયા ઉદાસ લાગે છે,
આજે 'ઘર' મારુ મને.....
દિપમહી છે ઘર મારુ છત્તા ચારેકોર
અંધાર લાગે છે,
નક્કી આ શ્વાસોનું ઈશ્વર પાસે
કૈક ઉધાર લાગે છે.
આજે 'ઘર' મારુ મને....
ને કેમ કરી રોકુ 'હું' વહેતા 'આંસુુુઓ'ને,
અહીં આંંખો પણ હવે ગંંગાઘાટ લાગે છે.
આજે 'ઘર' મારુ મને 'તસ્વીરખાનું' લાગે છે,
ઘર સૂના ને ભીંતો ભરાવદાર લાગે છે.
