STORYMIRROR

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

પ્રસંગ

પ્રસંગ

1 min
201

પ્રસંગ એટલે શું ?

હરખની હેલી કે હૈયાની હોળી !


વર્ષો જૂની વાતોનું તાળું કે પછી 

મૌન રહેલી વેદનાની ચાવી,

સમજાતું નથી, પ્રસંગ એટલે શું ?

હરખની હૈલી કે....!


એક બીજાથી રિસાઈ જવાની મજા

કે પછી કોઈ મનાવે એ સમયની રાહ,

હવે સમજાતું નથી, પ્રસંગ એટલે શું ?

હરખની હૈલી કે....!


મનગમતી મીઠાઈની થાળી કે પછી

હજમ ના થયેેેલી યાદોની આટી,

સાલું સમજાતું નથી, પ્રસંગ એટલે શું ?

હરખની હૈલી કે હૈયાની હોળી.!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy