STORYMIRROR

Kaleem Momin

Inspirational Romance Tragedy

4  

Kaleem Momin

Inspirational Romance Tragedy

તારા વગરનું જીવન

તારા વગરનું જીવન

1 min
26.5K


એક રૂહ પર કટારી, તારાં વગરનું જીવન,

ને મૌત પર સવારી, તારાં વગરનું જીવન,

તારાં વગરનું જીવન પળ પળનાં દર્દ, જખ્મો,

પીડાઓ એકધારી, તારાં વગરનું જીવન,

આ પ્રશ્ન તે પૂછ્યો છે, ઉત્તર તને હું આપું,

મૃત્યુની ઊંઘ સારી, તારાં વગરનું જીવન,

કોઈ ધૂપ પણ ન થાએ, ના ફૂલ ફાતિયા હો,

ખુદ હુંજ કબ્ર મારી, તારાં વગરનું જીવન,

પ્રત્યેક શબ્દમાં મેં લોહી જીગરનું રેડી,

લે આ ગઝલ પુકારી, "તારાં વગરનું જીવન."

ઘરનાં આ બારણાં પણ પળ પળ તને જ ઝંખે,

મૂકે છે પોક બારી, તારાં વગરનું જીવન,

તારાં વગરનું જીવન નિષ્પ્રાણ, ઝેર જેવું,

શ્વાસો ઉપર હો આરી, તારાં વગરનું જીવન.

આભાસ થાય છે કે કંઈ ખત્મ થઈ રહ્યું હો,

એક વાત જો મેં ધારી, "તારાં વગરનું જીવન."

તારાં વગરનું જીવન મીરાંની પ્યાસ માફક,

રાધાનો વિરહ જારી, તારાં વગરનું જીવન,

તારા વગરનું જીવન હાલત છે ઝૂલેખાની,

છે લાદવાં બીમારી, તારાં વગરનું જીવન.

લે મેં જવાબ આપ્યો, સુંદર જવાબ આપ્યો,

તુજ લાગણીની વારી, "તારાં વગરનું જીવન."

તારા વગરનું જીવન, એક લાશ, લાશ કેવી?

ખુદનાં ખભે છે ભારી, તારાં વગરનું જીવન.

પોઢી જવાનું છે બસ તારી કબરની પાસે,

શું કરવાનું ગુજારી? તારાં વગરનું જીવન,

તારાં વગરનું જીવન હમદમ લખી દીધું મેં,

આંખોથી ખૂન સારી, તારાં વગરનું જીવન,

તારાં વગરનું જીવન એક ગાઢ નિંદ્રા છે,

કંટકની છે પથારી, તારાં વગરનું જીવન,

તારાં વગરનું જીવન, હારીને શું કરે જો!

મૃત્યુને દે સોપારી, તારાં વગરનું જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational