દેવી છે તું
દેવી છે તું

1 min

12.1K
પ્રેમનું એક શિલ્પ ને તું પ્રેમની દેવી છે તું,
પ્રેમ પણ તારાથી માંગે પ્રેમ બસ એવી છે તું.
માનું હું આભાર પળ પળ એ પ્રભુનો ઓ પ્રિયે,
જિંદગી મારી ને મારા શ્વાસના જેવી છે તું.
મારા જીવનમાં પ્રકાશ આપ્યો છે તેં અંધારમાં,
શબ્દમાં વર્ણન ના થાય શું કહું કેવી છે તું.
પૂર્ણતમ હું થઈ ગયો જ્યારે મળી અર્ધાંગિની,
લાશ છું તારા વગર હું જિંદગી જેવી છે તું.