STORYMIRROR

Kaleem Momin

Tragedy

3  

Kaleem Momin

Tragedy

સપના

સપના

1 min
463


ભૂખી રાતો ભૂખ્યા સપના

મુફલિસીએ ચૂસ્યા સપના


શોભિત કરતા'તા આંખોને

કોણે આવી લૂછયા સપના ?


નીંદ હતી ભરપૂર નયનમાં,

મરડી આળસ ઉઠ્યા સપના.


ઊંઘ બધાયે લૂંટી લીધી,

મે પણ થાકી મૂક્યા સપના.


આશાનું આ પરિણામ છે,

આંસુ સાથે છૂટ્યા સપના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy