STORYMIRROR

Neha Desai

Tragedy

4  

Neha Desai

Tragedy

જાય છે

જાય છે

1 min
196

હાંસિયામાં લખવામાં, કાગળ કોરો રહી જાય છે,

મેઘધનુષને રંગવામાં, આકાશ બાકી રહી જાય છે!


હૃદયની લાગણીઓ, વંચાય છે મદહોશ આંખોમાં,

આંખોની ભાષા ઉકેલવામાં, આંસુ પોતે, કોરું વહી જાય છે !


બહુરૂપી ચહેરાંઓની, ભરમાર હોય છે ચારેકોર,

અસલી ચહેરો ઓળખવામાં, જીવન આખું વહી જાય છે !


સંબંધોનાં ગૂંચળાઓની દોરી, હોય છે ધારદાર,

દોરીની ગૂંચ ઉકેલવામાં, સંબંધ ખુદ, ગૂંચવાઈ જાય છે!


સ્વભાવથી માણસની, ઓળખાતી હોય છે, દાનત,

ખરી 'ચાહત'ને ઓળખવામાં, વરસો નીકળી જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy