STORYMIRROR

Tapan Oza

Tragedy

4  

Tapan Oza

Tragedy

દિલની દુનિયાને વસાવી ન શક્યો

દિલની દુનિયાને વસાવી ન શક્યો

1 min
190

તમારી યાદને બસ હું દિલથી ભૂલાવી ના શક્યો..!

ને દિલની દુનિયાને ફરીથી વસાવી ના શક્યો…!


ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…

પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!


તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!

કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !


આમ તો, સામે જ વેરાણું હતું આંસુઓનું સમંદર …..

લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો,


આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…

પણ બે બુંદ તમારા પ્રેમનાં હું સમાવી ના શક્યો…


કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…

દિલમાં તો શું ? બે ક્ષણ આ નયનમાં પણ વસાવી ના શક્યો…!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy