Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Tpn Ozaa

Romance Thriller Others

4.5  

Tpn Ozaa

Romance Thriller Others

કેમ ગાગરમાં સમંદર

કેમ ગાગરમાં સમંદર

1 min
313


કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !

પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !


છે પ્રતીક્ષા તું જ મારી તું જ મારી ઝંખના,

દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?


ભેટ શું ધરવી તને ? જ્યાં આયખું સોંપી દીધું,

તું કહે તો શીશ આ, કલમ કરીને મોકલું,


શું પૂરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા

શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરીને મોકલું !


Rate this content
Log in