Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tapan Oza

Tragedy Fantasy Others

4.6  

Tapan Oza

Tragedy Fantasy Others

ખોવાયેલ છે

ખોવાયેલ છે

1 min
298


ખોવાયેલ છે...! ખોવાયેલ છે...! ખોવાયેલ છે...!

ધરતીની સુંદરતા ખોવાયેલ છે...! આકાશની સુંદરતા ખોવાયેલ છે...!

જળની સ્વચ્છતા ખોવાયેલ છે...! હવાની શુધ્ધતા ખોવાયેલ છે...!

પશુ-પક્ષીનો કલરવ ખોવાયેલ છે...! કુદરતની સુંદરતા ખોવાયેલ છે...!

માનવીની સ્વતંત્રતા ખોવાયેલ છે...! માનવીનો મેળાવડો ખોવાયેલ છે...!

રસ્તાઓની ચહલ-પહલ ખોવાયેલ છે...! ધંધા-રોજગાર ખોવાયેલ છે...!

એમ્બ્યુલન્સની સાયરન સંભળાય છે...! વાહનોનાં અવનવા હોર્ન ખોવાયેલ છે...!

ઘરોમાં બિમારી પથરાયેલ છે...! ઘરોની સુખ-શાંતિ ખોવાયેલ છે...!

ઘરોમાં રોકકળ સંભળાય છે...! આનંદનો ખિલખિલાટ ખોવાયેલ છે...!

કોરોનાનો કહેર વર્તાય છે...! માનવીની તંદુરસ્તી ખોવાયેલ છે...!

હોસ્પિટલોમાં બિમારો ઉભરાય છે...! મંદિરોની આરતીનો નાદ ખોવાયેલ છે...!

ઓક્સિઝનનાં બાટલા દેખાય છે...! શુધ્ધ કુદરતી હવા ખોવાયેલ છે...!

સ્મશાનોમાં શબ ઉભરાય છે...! માનવીનો સમારોહ-મેળાવડો ખોવાયેલ છે...!

મનમાં કોરોનાનો ડર પ્રસરાય છે...! મનની શાંતિ ખોવાયેલ છે...!

ઉપચારની રાહ જોવાય છે....! પણ લોકોની ધિરજ ખોવાયેલ છે...!

મંદીનો ઓથાર વધી રહેલ છે...! ધંધો રોજગાર ખોવાયેલ છે...!

ઘરોમાં કુકરની સીટી સંભળાય છે...! રેસ્ટોરાંની મેદની ખોવાયેલ છે...!

મૃત્યુના સમાચારથી જીવ ગભરાય છે...! સ્વજનો-મિત્રોની હાજરી ખોવાયેલ છે...!

નિરાશાની લહેર ફરી રહી છે...! લોકોમાં આશા ખોવાયેલ છે...!

દુઃખના ડુંગર દેખાઈ રહ્યા છે...! સુખનો સૂરજ ખોવાયેલ છે...!

ભયાનક રાત્રી દેખાય છે....! ચંદ્રમાની ચાંદની ખોવાયેલ છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy