Kaleem Momin

Inspirational

4  

Kaleem Momin

Inspirational

દીકરી

દીકરી

1 min
24.1K


ઈશ્વરી ઉપહાર છે આ દીકરી,

જિંદગી, સંસાર છે આ દીકરી.


કોણ કે'છે ભાર છે આ દીકરી,

બાપ પર આભાર છે આ દીકરી.


હેત ઢોળે હેતથી માં બાપ પર,

પ્યારનો સંસાર છે આ દીકરી.


જન્મ લઈ મારા ઘરે એ અવતરી,

દેવીનો અવતાર છે આ દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational