બેઠો છું
બેઠો છું
દિલના ખુલ્લા દ્વાર કરીને બેઠો છું,
યાદોનો દરબાર ભરીને બેઠો છું.
લાવ જમાના ઝેરના પ્યાલા લાવ હવે,
શંકરનો અવતાર ધરીને બેઠો છું.
આગદરિયો પ્રેમ છે તો શું થયું?
એને પણ હું પાર કરીને બેઠો છું.
રાહ જોઉં છું મળે સાકી મને,
જીવનનો એક જામ ભરીને બેઠો છું.
આવો મારી લાશ ઉઠાવી લઈ જાઓ,
વર્ષોથી હું સાવ મરીને બેઠો છું.
*સાકી- શરાબ, મદિરા, જામ પીવડાવનાર