મળ્યો છે
મળ્યો છે
સૂરજના નામ પર મને અંધાર મળ્યો છે,
જીવનમાં બસ આટલો જ સાર મળ્યો છે.
એનેય લેશે છીનવી તારું બધુ લૂંટી,
દુનિયા જો જાણશે કે તને પ્યાર મળ્યો છે.
હર એક કદમ પર પરીક્ષાઓ થાય છે,
જીવનના પરદે કેવો આ કિરદાર મળ્યો છે.
જાણીને સત્ય "બેબસ" હું પાછો વળ્યો છું,
દુનિયાના નામે જૂઠનો સંસાર મળ્યો છે.