સુધારે છે
સુધારે છે
જે જીવાડે છે એ જ તો મારે છે,
સમય શિક્ષકની ગરજ સારે છે,
મારી લાગણીમાં ઉણપ નથી પણ,
એમની અપેક્ષા થોડી વધારે છે,
તફાવત છે એટલો અમારી વચ્ચે,
હું પૂછું કાયમ અને એ ધારે છે,
અમે બોલીએ બધું વિચારીને,
એ બધું બોલીને પછી વિચારે છે,
પણ એના વિના "સ્તબ્ધ" કરે શું ?
તારી ભૂલો બધી એ જ સુધારે છે.
