STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

મને મારી આંખોથી જોવા તો દો

મને મારી આંખોથી જોવા તો દો

1 min
424

મને મારી આંખોથી જોવા તો દો,

રડીને આંખો મારી મને ધોવા તો દો,


આંખો ધોવાશેને ચોખ્ખું દેખાશે,

ચોખ્ખું દેખાશેને સાચું સમજાશે,


સત્ય સમજાશેને નવીન વિચારાશે,

નવીન વિચાર થકી અનોખું સર્જાશે,


આંખો મારી મને ખોલવા તો દો,

નવા સપના મારા મને જોવા તો દો,


આંધળા બની મારે ક્યાંક નથી પડવું,

આંખો બંધ રાખી અંધભક્ત નથી થવું,


કોઈ જોવડાવે એમ મારે નથી જોવું,

ચશ્માં પહેરીને જીવન મારે નથી ખોવું,


"નાના"ને ખુદને માટે રોવા તો દો,

મને મારી આંખોથી જોવા તો દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational