Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

મંઝીલ નથી મળતી

મંઝીલ નથી મળતી

1 min
382


હલેસા માર્યા વગર, હોડી જાતે, નથી તરતી, 

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


કરવાને જાળ કરોળિયો, ભોંય ઉપર ચડે,

પડી પડીને, ફરી પાછો, ભોંય ઉપર ચડે,

પડીને, ચડવામાં, એની હિંમત, ઓછી નથી થતી,

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


શિખરે ચડવા, પર્વતારોહક, ખુબ પ્રયત્ન કરે,

નીચે ગબડી, ફરી પાછો, હિંમતથી ઉપર ચડે,

દરેક વખતે, એની કોશિશ, સફળ નથી થતી,

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


નિશાનબાજ, નિશાન તાકવા, ધ્યાન ખુબ ધરે,

નિશાન એકવાર ચુકી, ફરી પાછી, આંખ મીંચે,

દરેક પ્રયત્ને, માછલીની આંખ, વિંધાઈ નથી જતી,

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


ધ્યેય સિધ્ધ કરવાં, વિકલાંગ, મક્કમ મનોબળ ધરે,

એકવાર થાકી, બીજો જોશભેર, પ્રયત્ન કરે,

અસફળતા, શારીરિક અક્ષમતાથી, હાર નથી માનતી, 

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


સફળ લેખક થવા, વિવિધ રચનાઓ નિત્ય કરે,

એક નહીં તો બીજી, કૃતિ એમ, રોજ રચે,

નકારાત્મક અભિપ્રાયથી, “ચાહત”ની હિંમત, કમ નથી થતી,

પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational