નથી હોતો
નથી હોતો
કાયમ સમય સૌનો અહિં સારો નથી હોતો,
કદી તારો નથી હોતો કદી મારો નથી હોતો,
કરી લે પાઠપૂજા થાય તારાથી એટલાં તું,
તું માને છે એટલો પણ ખુદા સારો નથી હોતો,
લડી લે એકલો સંજોગ સાથે હામ રાખીને,
સાથ તો પડછાંયાનો પણ એકધારો નથી હોતો,
એ લઇને આવશે શું કોણ જાણે આ જગતમાં,
કે સાચો આવતી ક્ષણનોય વરતારો નથી હોતો,
પડે સવળા બધાં પાસા ‘સ્તબ્ધ’ તારી માફક.
બધાના ભાગ્યમાં એવોય ચમકારો નથી હોતો.
