Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

સમજી શકો

સમજી શકો

1 min
410


સમજી શકો શબ્દો તમે તો વેદ છે,

બાકી સદા પુસ્તક મહીં એ કેદ છે,


શબ્દો થકી ગીતા રચાઈ છે જુઓ,

વાંચે ન કોઈ એ જ મોટો ખેદ છે,


હો બાઈબલ કે અન્ય ગ્રંથો હો ભલે,

સંદેશ સૌમાં એક ના કો' ભેદ છે,


જાણો વળી એમાં તફાવત જો કદી,

મનમાં તમારા માનજો કે છેદ છે,


એ રીત જીવનની જુઓ દેખાડશે,

સુંદર સદાયે આપણો ઋગ્વેદ છે.


Rate this content
Log in