STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

મોતનું ઓઢયુ કફન

મોતનું ઓઢયુ કફન

1 min
340

માથે મોતનું ઓઢયુ એને કફન 

મા હિન્દની આઝાદી કાજે પોતાના તનનું કર્યુ દહન 

મામોતનું માથે ઓઢયુ એને કફન


અંગ્રેજોને ધોળા દિવસે જ શહીદે બતાવ્યાં તારા

હૈયામાં હંમેશા ગુંજતા હિન્દની આઝાદીના નારા

બાળપણથી મા કાજે પોતાની ઈચ્છાઓ કરી દફન 

મોતનું માથે ઓઢયુ એને કફન


શહીદનુ નામ પડતાં અંગ્રેજો બધાં કાંપતા થર થર 

પોતાના લોહીડા રેડી તિરંગાને ફરકાવ્યો ફર ફર

ભારતમાતાનુ હતુ,છે ને રહેશે ભગત સાચું રતન

મોતનું માથે ઓઢયુ એને કફન


હસતાં હસતાં મા ભારતી કાજે ખુદ લગાવી ફાંસી 

કનક કહે આવાં વીરોની કદી ના ઉડાવતાં હાંસી

આવાં વીર શહીદોને આજે પણ યાદ કરે છે વતન 

મોતનું માથે ઓઢયુ એને કફન


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational