STORYMIRROR

Neeta Shukla

Tragedy

4  

Neeta Shukla

Tragedy

વેદના

વેદના

1 min
221

 બે અજાણી વ્યક્તિઓએ સાથે રહેવાનો નિર્ણય લીધો. 

ભવિષ્ય ઘડવાના અથાગ સંકલ્પ સાથે

ગમાઅણગમાને નજરઅંદાજ કરવાનો પણ નિર્ણય લીધો. 


સામાજિક વ્યવસ્થાના નિયમાનુસાર કીધા લગ્ન. 

કદમને કદમ સાથે ચાલી સંસાર સુખે આગળ વધ્યો. 

કુટુંબ પણ વાજતેગાજતે આગળ વધ્યું. 


સંસારની ગાડી જૂની થઈ. ગતિ ધીમી થઈ. 

સમય સાથે તાલ નથી મેળવતી. 

પેલી બે વ્યક્તિઓએ એકમેકને નખશિખ ઓળખી લીધું,


જવા દે હવે.. એમ તો ઘણી વાર કીધું.. પણ હવે ખરેખર જવા દેવું છે.

સમય સાથે ભાગવા કરતાં આ ક્ષણમાં જીવવું છે. 


ત્યારે બાંધેલી પછેડીની ગાંઠ મેં છોડી દીધી છે આજે. 

તું સુખે આગળ વધ. અમીભરી મીટ માંડી જોઈ રહીશ તને. 


આ એકલતામાં દર્દભર્યું સ્મિત તને ન ભાસે. 

જીવતર સમાધિ લાગી આજે. 


છેલ્લી વાર.. એકવાર પાછું વળીને પ્રેમથી વિદાય આપી દે. બદલામાં આપું બંધનમુક્તિ. 

વચન મુક્તિ. 


યાદોને દફનાવી દેજે આજ માટીમાં. 

મહોરશે એમાં મહેકતું એક ફૂલ ... 

બારમાસી નું. 

અલવિદા. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy