STORYMIRROR

Neeta Shukla

Inspirational Others

3  

Neeta Shukla

Inspirational Others

ભક્તિ

ભક્તિ

1 min
43

આજે મન ખુબ વિહ્વળ હતું.

કાગળ, રંગ અને પીંછી. પ્રાકૃતિક સૌંદર્ય કંડારવાની ઈચ્છા થઈ. પંખી, સૂર્ય, નદી.

નદીના કિનારે ઘટાદાર વૃક્ષ.. વૃક્ષની આસપાસ બનાવેલ ઓટલો.

મન એકદમ પ્રફુલ્લિત થઈ ઊઠયું. સુંદર..અતિ સુંદર.

મનમાં વાર્તાલાપ શરું થયો.

અહો. આવા જ વૃક્ષ નીચે બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા. આસપાસ ગોપીઓ ગોઠવાઈ જતી.. સીમમાં ગયેલું ધણ પાછું આવી તેમની સામે ઘેરાઈ ને બેસી જતું.. કૃષ્ણ વાંસળી વગાડતા અને બધા મંત્રમુગ્ધ થઈ સાંભળતા.

આહ, સૂર રેલાઈ રહ્યા છે.. હું પણ ગોપી છું.

હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ...

તલ્લીનતા થી વાંસળી વગાડનાર કૃષ્ણના કામણથી .. મંત્રમુગ્ધ થઈ, થઈ ગઈ......

ધ્યાનસ્થ અવસ્થામાં બધી વિહવળતા પીગળી ગઈ.

કૃષ્ણ એ જ બ્રહ્મ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational