STORYMIRROR

Neeta Shukla

Romance

3  

Neeta Shukla

Romance

ખુશનુમા સવાર

ખુશનુમા સવાર

1 min
221

આજની આ ખુશનુમા સવાર 

નિઃશબ્દ એકાંત,


ચાલીએ આપણે સાથે

માણીએ કુદરત નિરાંતે,


ઉપર આભ પણ એજ

એમાં પ્રકાશમાન સૂર્ય પણ એજ,


પણ એનો પ્રકાશ આજે જીવન પ્રદાન કરતો હોવાની અનુભૂતિ આપી રહ્યો,


પેલી ઓર સાબરની જોડી

પાસે ઊભેલ ગાયોનું વૃંદ,


આકાશમાં ઊડતાં પંખીઓનું સમૂહ,

ચોતરફ આભ આંબતા વૃક્ષો,


અને આજીવિકા રળવા નિકળેલ માનવમહેરામણ..

પ્રમાણ છે જીવનદાતાના નિષ્પક્ષ મહેરની.


જીવ માત્રના કલબલાટ વચ્ચે પણ અગાધ નિસ્તબ્ધતા.... 

કુદરતનો નિયમ આજે જાણ્યો,


બધાની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં

દરેકનું અસ્તિત્વ અનોખું અને આગળુ છે. 


એકબીજાના પૂરક છે. 

જેમકે હું અને તું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance