STORYMIRROR

Neeta Shukla

Others

3  

Neeta Shukla

Others

સંવાદ

સંવાદ

1 min
296

ચર્ચા આજે કરવી છે.

કોઈકની સાથે વાત કરવી છે.


એકાંત મળ્યું આજે ને અંતર કેરા ખજાનાનાં કમાડ ખોલ્યા.

લાગ્યું હતું એકલ દોકલ શબ્દો મળે તોય ઠીક... વાપરવા કામ લાગશે.


પરંતુ આ શું..ગૂંચવાયેલ વિધાનોની અગણિત સેર ધસમસતી બહાર આવી.

બેસી ગઈ સમેટવા.. કેમ કે આ તો હતો મારો ખજાનો.


અલગ કરી સલાહ સૂચનની સેર...કેટલી મોટી અને કેટલી લાંબી.... કેમ નહીં.. બીજાને સલાહ આપવી કેટલી સહેલી.


ધૂમમ... અગ્નિ ગોળો હાથમાં આવ્યો...અને...દઝાડી ગયો.

 ઉગ્ર આવેગ અને‌ ક્રોધ

ઓહો ! આટલો બધો અગ્નિ ભર્યો હતો ભંડારમાં !


એમેઝોનની પ્રાકૃતિક આગની લપેટમાં કેટલાય અબોલ પશુ સ્વાહા થઈ ગયા.

તો આ અંતરકેરા ક્રોધનો ભોગ કોણ બન્યું ?


દઝાડતા સવાલનો જવાબ શોધવા ઓર ઊંડા ઉતરવું પડ્યું.

કુમળી લાગણીનો છોડ ચીમળાઈને સીસકી રહ્યો.


કહે મને અરે માલિક મારા, તે ક્યારેય મારી ઓળખ ન રાખી.

હું તારા હૃદયનો સભ્ય છું.

જન્મ સાથે જ થયો જીવનસાથી.


અહીં ફક્ત આને વ્યાખ્યા વગરના પ્રેમને જ વસવાની અનુમતિ છે.

પ્રેમની અશ્રુધારા અનરાધાર વરસી રહી.


એક પ્રેમપૂર્ણ હૃદય જ સંસારમાં પ્રેમની પરિભાષા થકી પ્રેમનો ગુણાકાર કરી શકે...

જરુર છે આજે અજાતશત્રુની.


Rate this content
Log in